સુરેખાબેન રાઠોડ રસ્તામાં જ તેને પ્રસવ પીડાનો દુખાવો અસહ્ય બન્યો હતો ત્યારે વડોદરા પહોંચવામાં ૫૦ કિલોમીટિર દુર હોવાથી દવાખાનામાં પહોંચે તેમ પરિસ્થતિ નહિ હોવાથી ૧૦૮ નાં ઈ.એમ.ટી પ્રદીપ હડિયોલ પાઇલોટ મુકેશ માછી દ્ધારા સમય સુચકતા વાપરીને એમ્બુલન્સમાં સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવેલ અને માનવતા મહેકાવી હતી. સુરેખાબેનને ડોક્ટરની સલાહ મુજબ ઓકસિજન, ઇનજેકશન અને બોટલ ચડાવેલ.મહિલાને સ્વસ્થ પુત્રનો જનમ થતાં પરિવારમાં ખુશી વ્યાપી ગઇ હતી. હાલમા માતા અને બાળકની તબિયત નોર્મલ છે. મહિલાના પરિવારનાં સભ્યોએ ૧૦૮ એમ્બુલન્સનાં ટીમના સર્વ સટાફની કામગીરી બિરદાવી હતી. સુરેખાબેન સિકલસેલ અને
HBSAG પોઝિટિવની બિમારી ડિલિવરી કરાવવી મુશ્કેલ હતી તેમ છતા ૧૦૮ નાં ઇએમટી પ્રદિપ હડિયોલ દ્ધારા સફળ પ્રસુતિ કરાવેલ. સુરેખાબેને પુત્રને જન્મ આપ્યો હતો. સુરેખાબેન અને બાળક તંદુરસ્ત છે. ૧૦૮ દ્વારા વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડેલ હતા. કોરોનાની મહામારીમાં અનેકવાર ૧૦૮ ની ટિમ દ્ધારા સરાહનિય કામગીરીનું ઉતમ ઉદાહરણ પુરુ પાડેલ છે.
તારીખ ૦૭/૦૮/૨૦૨૦ નાં આમોદ ૧૦૮ એમ્બુલન્સનાં સ્ટાફ દ્ધારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ સગર્ભા મહિલાને વધુ સારવાર માટે એસ.એસ.જી વડોદરાની હોસ્પિટલમાં લઈ જતાં એમ્બુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવેલ.
Advertisement