ભરૂચનાં ખત્રી સમાજનાં મુખ્ય તહેવાર એવાં કાજરા ચોથ પર્વની ઉજવણી ખૂબ સાદાઈ પૂર્વક કરવામાં આવી હતી. કોરોના મહામારીનાં પગલે કાજરા ચોથની ઉજવણી પણ વિતેલા વર્ષોની જેમ ધામધૂમથી કરવામાં આવી ન હતી. કાજરા ચોથનાં પર્વ સાથે ધાર્મિક ઇતિહાસ સંકળાયેલો છે. ખત્રી સમાજથી ઓળખાતા લોકોની રક્ષા જે તે સમયે હિંગળાજ માતાએ કરી હતી. ત્યારબાદ ખત્રી સમાજનાં લોકોને આજીવિકા માટે વણાટ કામનું વરદાન આપ્યું હતું. તે સાથે ખત્રી સમાજનાં લોકો પણ વણાટ કામ દ્વારા ચુંદડી બનાવી માતાજીને અર્પણ કરી હતી. ત્યારથી કાજરા ચોથનો પર્વ ઉજવવાની પરંપરા ચાલતી આવી છે. ભરૂચ ખાતે કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં આ ઉત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે સાદાઈથી ઉજવણી કરવામાં આવી.
Advertisement