ભરૂચ નજીકથી પસાર થતાં ને.હા 48 પર સેલવાસથી બાયોડીઝલ ભરેલ ટેન્કર નવજીવન હોટલ પાસે અંકલેશ્વર નજીક અચાનક પલટી ગયું હતું. ટેન્કર પલટી ખાવાનું કર્ણ હજી જાણી શકયું નથી પરંતુ આ અંગેની એવી અટકળો ચાલી રહી છે કે વળાંક પાસે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેન્કર પલટી ગયું હતું. જેને પગલે ટ્રાફિકજામ સર્જાય ગયો હતો જયારે પોલીસે ઘટના સ્થળે આવી ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
Advertisement