ભરૂચ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ જયોતિબેન તડવીએ વડાપ્રધાનને સંબોધીને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજયમાં છેલ્લા 3-4 માસથી ગરીબ પરિવારોને ગેસના બોટલની ખરીદી અંગે આપવામાં આવતી સબસિડી અપાતી નથી. મોંધવારીએ માઝા મૂકી છે તેમજ રાજયમાં ત્રણ મહિના સુધી ચાલેલા લોકડાઉનથી ગરીબ પરિવારોએ તેમની રોજગારી ગુમાવી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, કરિયાણાથી માંડીને ખાદ્યતેલ સુધીના ભાવવધારાએ મધ્યમવર્ગ પરિવારોએ ઘર કેમ ચલાવવું તે મુંઝવણમાં મુકેલ છે. તેમજ મે, જુ, જુલાઇનાં મહિનાઓમાં ગેસની એજન્સીઓ દ્વારા ગેસ બોટલનાં પૂરેપૂરા પૈસા વસૂલવામાં આવે છે. સરકાર દ્વારા સબસિડીની મળવાપાત્ર રકમમાંથી કોઈ રકમ મળેલ નથી તેથી સબસિડીની રકમનો લાભ સીધા ગ્રાહકોને મળી રહે તેવી માંગ કરતું આવેદનપત્ર પાઠવાયું હતું. આ પ્રસંગે જયોતિબેન તડવી, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, કોંગ્રેસનાં પ્રમુખ વિકી શોખી, આગેવાન યુસુફ બાનુ તેમજ મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ : રાંધણગેસનાં બોટલમાં આપવામાં આવતી કરોડો રૂપિયાની સબસિડી જમા કરવા અને ગરીબ મધ્યમવર્ગને સીધી રાહત મળે તે અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
Advertisement