Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સહકારી આગેવાન સંદીપસિંહ માંગરોલાએ પત્રકાર પરિષદ યોજી આક્ષેપ કર્યા.

Share

ભરૂચ જીલ્લાની સહકારી સંસ્થાઓમાં ગંદા રાજકારણને પગલે સહકારી ક્ષેત્રનાં સભાસદોનાં હિતો જળવાતા નથી આવા ગંદા રાજકારણનો પર્દાફાશ કરવા માટે સહકારી આગેવાન સંદીપસિંહ માંગરોલાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.

પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે ધી વાલિયા તાલુકા ખરીદ વેચાણ સંધ લિ. નાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી છે. આવી અવિશ્વાસની ફરિયાદ દાખલ કર્યા બાદ નિયમ મુજબ કમિટીની બેઠક બોલાવી પડે તે અંગેની 30 દિવસની મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં હજી બેઠક બોલાવેલ નથી અને સોશિયલ મીડિયા તેમજ અન્ય મીડિયાઓમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વધુમાં તાલુકામાં યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તે માટે પણ પ્રમુખ વ્યવસ્થા કરી શકયા નથી તે સાથે ગુજકો માસલ ધારા ધી વાલિયા તાલુકા ખરીદ વેચાણ સંધ લિ. દ્વારા સભ્યપદ રદ કેમ ન કરવું તે અંગેની કાર્યવાહી ચાલી રહી છે. નેતૃત્વનાં અભાવના પગલે વાલિયા તાલુકાનાં ખેડૂતો યુરિયા ખાતર વગર લાચાર થઈ ગયા છે ત્યારે આવી સમસ્યાનાં અવડે પાટે લઈ જવાય રહી છે. વાસ્તવમાં વયવસ્થાપક કમિટીએ બેંકમાં સહી કરવાની સત્તા પ્રમુખ અને મેનેજરને આપી હતી તે સત્તા બદલી હવે ઉપપ્રમુખ અને મેનેજરને આપી છે એટલું જ નહીં પરંતુ પત્રકાર પરિષદમાં એમ પણ જણાવ્યુ કે APMC વાલિયા દ્વારા સાંધને નોડલ એજન્સી બનાવી રૂ.32 લાખ જેવી મોટી રકમ કમાવી આપવી તેના કારણે હાલ સંસ્થા ચાલી રહી છે અન્યથા વધુ આર્થિક સંકટ ઊભું થાય તેવી સંભાવના હતી. પત્રકાર પરિષદમાં ખેડૂત આગેવાન મહેન્દ્રસિંહ કરમરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

કરજણમાં લારી ગલ્લા ધારકોના સમર્થનમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા મામલતદારને આવેદન પાઠવી કરી રજૂઆત.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સેલન્સ દ્વારા વિદ્યાર્થીઓ ને માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો સાથે વાલીઓએ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી…

ProudOfGujarat

પોલીસ ધ્વારા કથિત આરોપીઓને પોલીસ ધ્વારા હંટર માર જાણો ક્યા…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!