ભરૂચ નગરમાં કોરોના મહામારી વ્યાપક પ્રમાણમાં ફેલાય રહી છે. તેમાં નગરપાલિકાનાં કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે જે પૈકી એક કર્મચારીનું મોત પણ નીપજયું હતું. ગતરોજ વિરોધપક્ષનાં દંડક અને નગરપાલિકાનાં સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ નગરપાલિકાઓના કર્મચારીઓનાં અને ખાસ કરીને કોરોના વોરિયરનાં હિતોની રક્ષા અને જાનની સલામતી માટે વીમો લેવા સૂચન કરતું આવેદનપત્ર પાઠવ્યું હતુ. ત્યારબાદ ભરૂચ નગરપાલિકાનાં મુખ્ય અધિકારીએ સરકારી ગાઈડલાઇન મુજબ કર્મચારીઓને સાવધાનીપૂર્વક કોરોનાથી બચવા કાર્યાલય આદેશ બહાર પાડયો હતો. જેમાં જે શાખામાં કામ કરતાં કર્મચારીને કોરોના પોઝીટિવ કેસ આવે તો તે કર્મચારી સાથે સંપર્કમાં આવેલ જે તે કર્મચારીઓએ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ ફરજિયાતપણે હોમકોરન્ટાઇન થવાનું રહેશે. આ ઉપરાંત કોઈ પણ કર્મચારીને શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણ દેખાય તો તે કર્મચારીએ પોતાના શાખા અધિકારીને જાણ કરી વર્ક ફોર્મ હોમની કામગીરી કરવાની રહેશે. કોંગ્રેસનાં દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ પાઠવેલ આવેદનપત્ર બાદ નગરપાલિકાનાં મુખ્ય અધિકારીની આંખ ઉધડી જેના ભાગરૂપે કર્મચારીઓનાં હિતમાં કોવિડ 19 નાં નિયમો અનુસાર કામગીરી કરાશે અને તે અંગે સૂચનો પાઠવ્યા હતા. નગરપાલિકાનાં ચીફ ઓફિસર આ બાબતે વધુ જાગૃતતા દાખવે જેથી નગરપાલિકાનાં કોરોના વોરિયરઓનાં જીવન જોખમમાં ન મુકાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
કોવિડ-19 બાબતે ભરૂચ નગરપાલિકાનાં ચીફ ઓફિસર જાગ્યા ત્યારથી સવાર જાણો વધુ.
Advertisement