ભરૂચ સી ડીવીઝન વિસ્તારમાં આવેલ સેફાયર એપાર્ટમેન્ટ નજીકથી ગતરોજ એક પુરુષ અને એક મહિલાની લાશ મળી આવી હતી. આ અંગે સી ડીવીઝન પી.આઇ ઉનડકટે જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ તપાસ આરંભી હતી. લાશની ઓળખ કરવાની કાર્યવાહીમાં પુરુષનાં પાકિટમાંથી આધારકાર્ડ મળી આવતા તેમાથી તેમનું નામ તુલસી રમણભાઈ સોલંકી રહે.પૃથ્વી કોટનમિલ ચાલ ભરૂચનાં હોવાનું જણાયું હતું. જયારે મહિલાની લાશની ઓળખ કરતાં તેનું નામ અલકાબેન ગિરીશ ઉર્ફે જગદીશભાઇ રાઠોડ હોવાનું જણાયું હતું. બંને વચ્ચે આડાસબંધ હોવાનું સ્થાપિત થયું હતું. જે અંગે જુદી જુદી જગ્યાના CCTV કેમેરાનાં ફૂટેજની તપાસ કરતાં તેમજ નજરે જોનારા સાહેદોની તપાસ કરતાં પુરુષ અને સ્ત્રી એકબીજા સાથે ઝધડો કરતાં હોવાનું અને ત્યારબાદ પુરુષે મહિલાના પેટમાં ચપ્પુ મારેલ અને પોતે પણ ગળા તથા પેટના ભાગે ચપ્પુ તથા દાતરડાનાં ધા કરી આત્મહત્યા કરવાનું જણાયું હતું. આ બનાવ અંગે મરણ જનાર અલકાબેનનાં પતિ જગદીશ જગાભાઈ રાઠોડની ફરિયાદ લઈ સી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી જાતે આત્મહત્યા કરી, ભરૂચનાં રહસ્યમય બનાવનો ભેદ ઉકેલતી સી ડીવીઝન પોલીસ જાણો વધુ.
Advertisement