Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં કોવિડ 19 નાં શરૂ કરાયેલા વિવિધ સેન્ટરોમાં જરૂરિયાત મુજબની વસ્તુઓ અર્પિત કરાઈ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાએ એક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે દિવસેને દિવસે કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાનાં દર્દીઓ એટલા વધી ગયા છે કે ભરૂચમાં જાહેર કરાયેલા કોવિડ 19 હોસ્પિટલમાં કોરોના દર્દીઓથી ભરાય ગઈ છે ત્યારે ભરૂચ જિલ્લાના અલગ અલગ જગ્યાએ સંસ્થાઓ દ્વારા કોવિડ 19 નાં સેન્ટરો ઉભા કરાયા છે. ભરૂચના વલણ અને ઇખર આ બે ગામોમાં કોવિડ 19 સેન્ટર ઉભા કરાયા છે અને આ સંસ્થાઓ કોરોના દર્દીઓની ફ્રી માં સારવાર કરી રહ્યાં છે. આવી સેવાભાવી સંસ્થાઓને જે લોકો મદદ પહોંચાડી શકતા હોય એવા લોકો જે તે સેન્ટરનાં ટ્રસ્ટીનો સંપર્ક કરી શકે છે. આજરોજ ભરૂચનાં હિંગલ્લા ગામના માજિદ વલી સગીરની ફેમિલી તરફથી વલણ હોસ્પિટલમાં 100 PPE કીટ, 50 બ્લેન્કેટ અને 5 ઓક્સિજનના બોટલ, ઇખર હોસ્પિટલમાં 100 PPE કીટ, 40 બ્લેન્કેટ અને 5 ઓક્સિજનના બોટલ, જંબુસર હોસ્પિટલમાં 70 બ્લેન્કેટ, 100 તકિયા, 70 ચાદર સેટ અને 1 નંગ બાયપેપ મશીન આ તમામ વસ્તુઓ ભરૂચના સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી તેમજ એમની ટીમ સાથે જેતે સેન્ટરોમાં અર્પિત કરી છે.

Advertisement

Share

Related posts

ડભોઈ તેનતલાવનાં ગરીબોનો કોળિયો ઝુંટવતો સંચાલક : તંત્ર ધોર નિંદ્રામાં.

ProudOfGujarat

શ્રાવણના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઘૂઘવ્યો માનવ સાગર

ProudOfGujarat

લીંબડીમાં સરેઆમ વેચવામાં આવતા દારૂના આક્ષેપ સાથે રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!