મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત દીકરી દિવસ નિમિતે 181 અભયમ ટીમેં ભરૂચ માં ડોર ટૂ ડોર જઈ દીકરીઓના સન્માન માટે ગુલાબના ફૂલ આપી વધાવ્યા હતા અને માતાઓને દીકરી દીવસ અને વહાલી દીકરી યોજના વિશે, 181 મહિલા હેલ્પલાઇન, કોરોના વિશે માહિતી આપી અને સન્માન કર્યા. મહિલા સશક્તિકરણ પખવાડિયા નિમિતે અભયમ 181મહિલા હેલ્પલાઇન દ્વારા દીકરી દિવસ ની થયેલ ઉજવણી.
ગુજરાત સરકારશ્રી ના મહિલા અને બાળવિકાસ વિભાગ તરફથી મહિલા સશક્તિકરણ પખવાડિયા ની ઉજવણી ના ભાગ રૂપે આજે બીજા દિવસ ને દીકરી દિવસ તરીકે ઉજવવમાં આવ્યો હતો. જેમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ ભરૂચ તરફથી દીકરી ના માતા પિતા ને ઘરે ઘરે જઈ રૂબરૂ મળી વ્હાલી દીકરી યોજના ની માહિતી, દીકરી ના આરોગ્ય, શિક્ષણ, પોષણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી મા અભયમ 181 મહિલા હેલ્પલાઇન નો સંપકઁ કરી શકાય જેમાં બાળકો ની જાતીય સતામણી, છેડતી, ભ્રુણ હત્યા, બાળલગ્ન વગેરે મા અભયમ ની મદદ લેવા માહિતી પુરી પાડવામાં આવી હતી.
મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત દીકરી દિવસ નિમિતે 181 અભયમ ટીમેં ભરૂચ માં ડોર ટૂ ડોર જઈ દીકરીઓના સન્માન માટે ગુલાબના ફૂલ આપી વધાવ્યા હતા
Advertisement