ભરૂચ પંથકમાં ઘણા વર્ષો થી એક મેળો લુપ્ત થયો છે. આ મેળો એટલે રક્ષાબંધન નારિયેળી પૂનમ નો મેળો આ મેળાને દિવસે નર્મદા નદી જયારે બે કાંઠે વહેતી હતી. ત્યારે નવચોકી કોટની બહાર નર્મદા માતાનું પાણી આવતું હતું. અને નવચોકી ખાતે રક્ષાબંધન અને નારિયેળી પૂનમનો ભવ્ય મેળો યોજાતો હતો. સમયની સાથે-સાથે નર્મદા નદીનો પટ સુકાવા માંડ્યો અને તેની સાથે જ નવચોકી નો ભવ્ય મેળો પણ ધીરે ધીરે બંધ થવા માંડ્યો વાસ્તવમાં ભરૂચ પંથકમાં દર વર્ષે મેળો ઉત્સવની શરૂઆત નવચોકીના મેળાથી થતી હતી. જે દિવસો સુધી ચાલતી હતી. એક પછી એક ગોકુળ આઠમનો મેળો અને છડી નોમનો મેળા સુધી આ મેળાની સીઝન ચાલતી હતી. હાલ નાળિયેરી પૂનમનો મેળો ભુલાઈ ગયો છે. જ્યારે જન્માષ્ટમી અને મેઘરાજાનો મેળો હજી પણ ભરૂચની ઓળખ છે. એમ કહી શકાય.
Advertisement