ભરૂચ નગરનાં સુપરમાર્કેટનાં પાછળનાં વિસ્તારમાંથી વધુ એક પી.પી.ઇ. કીટ રઝળતી મળી આવી છે. પી.પી.ઇ. કીટ રઝળતી મળી આવવાનો આ 5 મો બનાવ છે. જેમાં કોઈએ બેજવાબદારીભર્યું વલણ દર્શાવી પી.પી.ઇ. કીટ વગે કરી હતી. વાસ્તવમાં પી.પી.ઇ. કીટ ધારણ કરવા માટે, પી.પી.ઇ. કીટનાં વપરાશ અંગે તેમજ વપરાશ પછી તેનો કઈ રીતે નાશ કરવો તે અંગે ચોકકસ સરકારી અને તબીબી ગાઈડલાઇન છે તેમ છતાં આ ગાઈડલાઇનનું અમલ કરવામાં આવતું નથી. પી.પી.ઇ. કીટ રઝળતી મળી આવે તો તે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. પી.પી.ઇ. કીટનાં પગલે કોરોના સંક્રમણ વધી શકે છે. આવી પરિસ્થિતીમાં સુપરમાર્કેટનાં પાછળનાં વિસ્તારમાંથી એક કચરાપેટીમાંથી એક પી.પી.ઇ. કીટ મળી આવતા સૌ ચોંકી ઉઠયા હતા. વાસ્તવમાં પી.પી.ઇ. કીટ જે વિસ્તારમાંથી મળી આવી છે તે તમામ વિસ્તારમાં આજુબાજુનાં CCTV ફૂટેજ તપાસવામાં આવે અને આ કીટી કોને ફેંકી છે તે અંગે ચોકકસ જાણકારી મેળવી કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. પી.પી.ઇ. કીટ વારંવાર મળી આવવાના પગલે ભરૂચમાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા જે વધી રહી છે તેમાં આ કારણ પણ જવાબદાર હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે.
ભરૂચમાંથી વધુ 1 પી.પી.ઇ. કીટ રઝળતી હાલતમાં મળી આવી વિડીયો વાઇરલ.
Advertisement