હાલમાં સમગ્ર ગુજરાતનાં ખેડૂતો યુરિયા ખાતરની કમી મહેસુસ કરી રહ્યા છે. ગુજરાતમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને ચાર-પાંચ કલાક લાઇનમાં ઊભા રહેવું પડે છે. તેમ છતાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી જેથી ખેડૂતો ભારે વિકટ પરિસ્થિતીમાં મુકાયા છે અને આ કારણે ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને આ બાબતે અવારનવાર ફરિયાદો પણ કરી રહ્યા છે. આ પરિસ્થિતીનાં અનુસંધાનમાં ભરૂચનાં સાંસદ મનસુખભાઇ વસાવાએ દિલ્લી ખાતે રસાયણમંત્રીને પત્ર પાઠવ્યો છે જેમાં ભરૂચ અને નર્મદા જીલ્લાનાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે યુરિયા ખાતર મળી રહે તેવી માંગ કરવામાં આવી છે તથા આ બાબતે અધિકારીઓને ખેડૂતોને વહેલી તકે આ મુસીબતમાંથી મુકત કરી આ સમસ્યાનો હલ લાવવાની માંગ કરવામાં આવી છે.
Advertisement