ભારત દેશની રાજધાની દિલ્હી, જંતરમંતર ખાતે કેટલાક રાષ્ટ્રવિરોધ તેમજ મુળ નિવાસી જાતિઓ વિરોધી તત્વો દ્વારા વિશ્વના દેશોમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલુ ભારત દેશનું સંવિધાન સળગાવવાનું કૃત્ય કરવામાં આવેલ છે. જેને મુળ નિવાસી સંઘ તથા મુળ નિવાસી પ્રજા વખોડતું એક આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેકટરને આપ્યું હતું.
ભરૂચ કલેકટરને અપાયેલ આવેદનમાં ઉલ્લેખાયા મુજબ મુળ નિવાસી સંધના માધ્યમથી દેશના રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા દેશનું બંધારણ સળગાવવાનું જે કૃત્ય ભારત દેશની રાજધાની દિલ્હી, જંતરમંતર ખાતે કેટલાક રાષ્ટ્રવિરોધ તેમજ મુળ નિવાસી જાતિઓ વિરોધી તત્વો દ્વારા વિશ્વના દેશોમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલુ ભારત દેશનું સંવિધાન સળગાવવાનું કૃત્ય કરવામાં આવેલ છે. જેને મુળ નિવાસી સંઘ તથા મુળ નિવાસી પ્રજા વખોડે છે.
દેશનું સંવિધાન દેશના મુળ નિવાસી લોકો બક્ષમંડળ જાતિ, લઘુમતી, એસટી, એસસી જાતિને મૌલિક અધિકાર આપે છે. તેમજ આપવામાં આવેલ છે. સદરહું મૌલિક અધિકારને કારણે સદરહું મુળ નિવાસી જાતિઓની કંઈક અંશે થોડી પ્રગતિ થયેલ છે તેમજ દેશની તમામ મહિલાઓ તેમજ દેશના દરેક લોકોને દેશની દરેક જાતિને મૌલ્ક અધિકાર પ્રાપ્ત થયેલ છે.
ડો. બાબા સાહેબ આંબેડકરે જયારે ભારત દેશનું સંવિધાન લખ્યુ ત્યારે બંધારણીય કલમ ૧૩ના માધ્યથી મનુસ્મૃતિનું સસંવિધાન હવામાં ઉડાવી દીધું. જેથી આવા રાષ્ટ્ર વિરોધી અને મુળ નિવાસી જાતિઓ વિરૂદ્ધ તત્વોને આ ભારત દેશનું નવુ સંવિધાન પસંદ નથી. જે ધ્યાનમાં રાખી રાષ્ટ્ર વિરોધી તત્વોએ કે જયાં ભારત દેશની રાજધાની કે જયાં કાયદો વ્યવસ્થા દરેક સ્થાને હોવા છતાં આવા અતિગંભીર બને છે તેને સદરહું મુળ નિવાસી સંઘ વખોડે છે. તેમજ આવા તત્વો સામે સીબીઆઈ તપાસ કરાવી તેમજ કયાં સંગઠનો દ્વારા યુવા પેઢીને ઉશકેરવામાં આવે છે તેમજ રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓ કરવા માટે તૈયાર કરેલ છે.
તેની તપાસ કરાવી આવા તત્વો તાત્કાલીક ધરણે કાયદેસરની કાર્યવાહી કરી નેશનલ સિકયુરિટી એકટ લગાવી તાત્કાલિક કોર્ટ રાહે કેસ ચલાવી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સદરહું સંગઠને આવેદનપત્ર ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને, કલેકટર તથા ભરૂચ મારફતે આપેલ છે.
આવેદનપત્રમાં મુળ નિવાસી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરેશ મહેતા, મુળ નિવાસી ગુજરાતના પ્રમુથ હનીફ હાંસલોદ, મુળ નિવાસી ભરૂચના પ્રમુખ રમેશભાઈ રાણા, મુળ નિવાસી ભરૂચના મહામંત્રી હીરાભાઈ પરમાર, મુળ નિવાસી ખજાનચી લક્ષ્મણભાઈ પરમાર, ઓબીસીના મુળ નિવાસી પ્રમુખ જગદીશભાઈ પાટણવાડિયા, હાતીમભાઈ બોમ્બેવાલા, જમાતે ઉસ્માન અબ્દુલ કૈયુમહક્ક, મયુર મનાણી, જેરામભાઈ માસ્તર, મહેશભાઈ વાઘેલા, ગૌતમ ચૌહાણ, લીમડીચોકના અગ્રણી અબ્દુલ જંત્રાણાવાલા, બાબુભાઈ પાલણીયા, કિશરભાઈ મહેતા, મુળજીભાઈ ડોડીયા, ડાહ્યાભાઈ સોલંકી, એડવોકેટ સમય મહેતા, જયવીર, શિવમ તેમજ મુળ નિવાસી જાતિઓના કાર્યકર્તા હાજર રહ્યાં હતાં.