ભરૂચ નગરપાલિકાનાં ફાયરબ્રિગેડમાં નિયમિત બેસતા અને સેવા આપતા એક વ્યક્તિનું તાજેતરમાં મોત નીપજયુ છે. આ મોત કોરોના પોઝીટિવ હોવાના કારણે અથવા તો કોરોના શંકાસ્પદ હોવાના કારણે નીપજયું હોવાની લોકચર્ચા ચાલી રહી છે. એવા સમયે ભરૂચ નગરપાલિકાનાં મુખ્ય ઓફિસર કે જેઓ પોતાની ચેમ્બરમાં CCTV માં સમગ્ર નગરપાલિકાનું કારભાર અને હિલચાલ નિહાળે છે. ત્યારે ફાયરબ્રિગેડમાં બેસતા આ વ્યક્તિ અંગેની તેમને ચોકકસ જાણ હશે જ તેવા સમયે કે જયારે કોરોના પોઝીટિવ અથવા કોરોના શંકાસ્પદ એવા વ્યક્તિનું મોત નીપજયું હોય અને મૃત્યુ પામનાર ફાયરબ્રિગેડ ઓફિસમાં નિયમિત કલાકો સુધી બેસી રહેતા હોય ત્યારે નગરપાલિકાનાં મુખ્ય ઓફિસરે ફાયરબ્રિગેડ કર્મચારીઓનાં હિતમાં તેમને નિયમ મુજબ કોરન્ટાઈન કરાવે અને તેમનું ટેસ્ટિંગ થયા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવે તો તેમને ફરજ પર ચાલુ કરી શકાય. આ બધી બાબતો જનહિત અને નગરપાલિકાનાં કર્મચારીઓનાં હિત માટે જરૂરી છે.
ભરૂચ : ફાયરબ્રિગેડ કચેરીમાં બેસી રહેતા એક વ્યક્તિનું મોત નિપજતા અનેક તર્ક વિતર્ક ઊભા થયા શું તે કોરોના શંકાસ્પદ કે કોરોના પોઝીટિવ હતો ??
Advertisement