બનાવ અંગે પોલીસ સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર ક્રાઇમ બ્રાંચ ના પી આઈ સુનિલ તરડે ના સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના દયાદરા ગામ ખાતે થી લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમે દરોડા પાડી ૧૪ જેટલા જુગારીઓને અંદાજીત ૧૦ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો….
ક્રાઇમ બ્રાંચ ના દરોડામાં (૧) ઈંદ્રિશ ગુલામ ઉમરજી કીદીવાલા.રહે દયાદરા.(૨)ઇકબાલ આદમ વલી ચીકન વોરા પટેલ રહે.આછોદ.(૩)ખાલિદ વલ્લી મુસા પટેલ રહે આમોદ(૪)મહંમદ વલી અહમદ ગની રહે.દયાદરા (૫)હિફજુલ રહેમાન અબ્દુલા વોરા પટેલ રહે આછોદ (૬) હુસેન અહેમદ આદમ વોરા પટેલ રહે.આછોદ (૭)જાવીદ હુસેન ગુલામ મુર્તુજા કાપડિયા રહે.બળેલી ખો.ભરૂચ(૮)મહંમદ હુસેન અબ્દુલ રહેમાન મલેક રહે.બાવળી ભરૂચ(૯)જફર મહેમુદ મલેક.રહે બળેલી ખો.ભરૂચ(૧૦)પ્રકાશ ભગવાન ભાઈ ચૌહાણ રહે પીપલીયા ભરૂચ(૧૧)રાકેશ નાગજી ભાઈ બારીયા રહે પીપલીયા ભરૂચ (૧૨)ઈરફાન અલી અહેમદ સેલોટ રહે આમોદ(૧૩)ઇલ્યાસ મહંમદ ઈસા પટેલ રહે આછોદ (૧૪)અજય ઉર્ફે ભીખો મણિલાલ પટેલ રહે વેજલપુર ભરૂચ નાઓ ને લોકલ ક્રાઇમ બ્રાંચ ના દરોડામાં ઝડપી પાડી તેઓ પાસે થી ૧ લાખ ૪૯ હજાર ઉપરાંત ની રોકડ રકમ તેમજ ૮ લાખ ૮૦ હજાર ની કિંમત ના ૪ જેટલા વાહનો અને ૧૩ જેટલા મોબાઈલ ફોન મળી કુલ ૧૦ લાખ ૬૪ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે….