Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઇન્ડીજિનસ આર્મી ઓફ ઈન્ડિયા ભીલ પ્રદેશ ગુજરાત રાજય ભરૂચ જીલ્લા પ્રમુખ દ્વારા કલેકટરને પાઠવાયેલ આવેદનપત્ર.

Share

ઇન્ડીજિનસ આર્મી ઓફ ઈન્ડિયા ભીલ પ્રદેશ ગુજરાત રાજય ભરૂચ જીલ્લા પ્રમુખ વિજયસિંહ વસાવા દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સંગઠનનાં સભ્યોની અભણતા અને ભોળપણનો લાભ લઈ હિતેશ મિસ્ત્રી જે-તે સમયનાં તલાટી ક્રમમંત્રી નિરાંતનગર-2, શાંતાબેન જગદીશ સરપંચ માજી સરપંચ, જગદીશ નરસિંહ વસાવા હાલના તાલુકા પંચાયત સભ્ય અંકલેશ્વર, મનહર ઉપધ્યાય વધોડિયાએ ભેગા થઈ 50 લાખની છેતરપિંડી કરી છે. છેતરપિંડી માટે જે-તે સમયનાં તલાટી ક્રમમંત્રી અને સરપંચ તેમજ અન્ય મળતીયાઓએ વર્ષ 2010 માં સફરુદ્દીન અંકલેશ્વરની હદમાં આવેલ ખેતીની જમીન જેનો સર્વે નં. 70 અને 71 છે જે જમીન પરથી ભારતીય રેલ્વે પ્રોજેકટનો કોરિડોરની અમલીકરણ વ્યવસ્થા માટે જમીન સંપાદિત કરવામાં આવી હતી તે વખતે સંપાદિત જમીનનાં નાણાં મેળવવા માટે જમીનમાં કબજેદારનો હક હતો. તે સમયે સધન નાણાંની રકમ પચાવી પાડવા માટે આરોપીઓએ સમજાવીને સહી અને અંગૂઠાઓ કરાવી લીધા હતા અને વડોદરા ખાતે દેના બેંકમાં ખાતું ખોલાવ્યા હતા પરંતુ તે બાદ તેમાં જે ચેકો જમા થયેલા તેની કુલ રકમ 57 લાખ મળવાપાત્ર હતા. જે પૈકી માત્ર 14 લાખ રકમ મળેલ છે. બાકીની તમામ રકમ બોગસ દસ્તાવેજો અને સોગંદનામા તૈયાર કરી છેતરપિંડી કરવામાં આવી છે. જેમાં જે-તે સમયનાં ગામના સરપંચ અને તલાટીની મહત્વની ભૂમિકા જણાય છે. આ અંગે પોલીસ વડા સામે ફરિયાદ પણ રજૂ કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થયેલ નથી. માત્ર ધક્કા ખાવામાં લાંબો સમય વીતી ગયો છે. રેલ્વે અધિકારી સમક્ષ પણ આ અંગે અરજી કરવામાં આવેલ છે. આ ઉપરાંત સફરુદ્દીન ગામમાં જ સર્વે નં.58 ની ખેતીની જમીન કે જેના માલિક મથુર ગોવિંદ વસાવાનાં જમીન સંપાદનનાં રૂ.92 લાખ માંથી 88 લાખ તલાટીક્રમમંત્રી સરપંચ બંને ભેગા મળી બોગસ દસ્તાવેજનાં આધારે ઉપાડી લીધા છે. મૂળ માલિકને 3 લાખ આપ્યા હતા. આ જમીનમાં મોટા પાયે છેતરપિંડી કરવામાં આવી છે. આ બાબતે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર ફસ્ટ/42/2019 દાખલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

કરજણ નવા બજાર વિસ્તારમાં બે આખલા બાખડતા, બજારમાં ખરીદી કરતા લોકોમાં નાસભાગ મચી.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારનાં કુંવરપુરા ગામની સીમમાંથી આયસર ટેમ્પામાં ભરી લઇ જવાતા વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

સુરતનાં સાયન્સ સેન્ટર ખાતે 160 સ્ક્વેર ફૂટ લાંબી ફૂડ રાખડી તૈયાર કરાઈ, 56 ભોગ વાનગી સાથે વિવિધ સરકારી યોજનાની માહિતી અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!