ભરૂચ માછી સમાજ વેજલપુર માછી પંચ દ્વારા આવેદનપત્ર પાઠવી નર્મદા નદીનાં વહેણમાં ગેરકાયદેસર હજારો ખૂંટા ઊભા કરી માછીમારી પ્રવૃતિને અવરોધ ઊભો કરનાર કરનારા ઇસમોનાં ખૂંટા દૂર કરાવવા તથા તેઓ વિરુદ્ધ ક્રિમિનલ ફરિયાદો દાખલ કરી પાસા હેઠળ તડીપાર કરવા માંગ કરતું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ માછી સમાજ વેજલપુર માછી પંચ દ્વારા પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે નર્મદા નદીનાં માછીમારો ભરતી તથા ઓટનાં પાણીમાં ભરૂચથી દહેજ સુધીનાં ભાંભરા પાણીનાં વિસ્તારમાં છૂટી જાળો નાંખી બારેમાસ માછીમારી કરી ગુજરાન ચલાવીએ છે. માછીમારોની ચોમાસાની સીઝન આવી છે ત્યારે ભરૂચ તાલુકા મહેગામ, મનાડ, તથા વાગરા તાલુકાનાં કલાદરા, સુવા, વેંગની, અંભેટા, કોલીયાદ, રહીયાદ, જાગેશ્વર વગેરે ગામો તથા હાંસોટ તાલુકાનાં નર્મદા નદીનાં કિનારે આવેલ ગામોના વગદાર, માથાભારે પૈસાપાત્ર ગેરમાછીમાર અસામાજિક તત્વો દ્વારા ખૂંટા ચોંઢી દેવામાં આવે છે જેના પગલે ગરીબ માછીમારોને આર્થિક નુકસાન થાય છે. આ બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી અને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં જાહેરનામાનો અમલ ન થતાં ખૂંટા મારનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમણે તડીપાર કરવા વેજલપુર માછી સમાજ પાંચની મહિલા અગ્રણીઓએ માંગ કરી છે. આમ અગ્રણીઓમા રેખા માછી, નીતા માછી વગેરેનો સમાવેશ થાય છે.
ભરૂચ માછી સમાજ વેજલપુર માછી પંચ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
Advertisement