ભરૂચ જીલ્લામાં આવેલ મોટા ભાગનાં બજારો બપોરે 4 વાગ્યે બંધ થઈ જાય છે તેવા સમયે હવે જયારે બકરી ઈદ અને રક્ષાબંધનનાં પર્વના દિવસો નજીક છે ત્યારે અગાઉના વર્ષોમાં બજારોમાં આ પર્વનાં 15 દિવસ પહેલાથી ખરીદી થતી હોય તેવી રોનક જણાતી હતી પરંતુ આ વર્ષે રોનક અને બજારોમાં તેજીનો અભાવ છે. જેથી બજારમાં ખરીદી ન જણાતા વેપારીઓ પણ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. રક્ષાબંધનનાં 15 દિવસ અગાઉ ઠેરઠેર રક્ષાની દુકાનો જોવા મળતી હોય છે ત્યારે આ વખતે ખૂબ ઓછી દુકાનો બજારોમાં જણાય રહી છે જે સૂચવે છે કે ભરૂચ જીલ્લામાં આ વર્ષે રક્ષાબંધનનું વાતાવરણ છવાયું નથી. તેવી બાબતો ઈદના પર્વ માટે પણ લાગે છે.
Advertisement