Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઇખર ગામ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવનાં દર્દી સતત વધી રહેલ છે ત્યારે ભરૂચનાં પાલેજ નજીક આવેલ ઇખર ગામ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે. ઇખર જેવા ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ અને મધ્યમવર્ગને સારી સુવિધા મળી રહે તે હેતુથી ઇખર ગામનાં સામાજીક આગેવાનો તેમજ ક્રિકેટર મુનાફ પટેલ તેમજ BM ફાઉન્ડેશનનાં સહયોગથી 40 બેડનું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.

આ કોવિડ સેન્ટરમાં 6 ડોકટર તેમજ નર્સિંગ સ્ટાફ સેવા આપશે. આ કોવિડ સેન્ટરમાં હાલ 40 બેડની સુવિધા છે પરંતુ જરૂર પડશે તો બીજા બેડ ઊભા કરી દેવાશે. કોવિડ સેન્ટરનાં શુભારંભમાં સંજય સોલંકી અને ગામનાં સામાજિક આગેવાન ઉસ્માનભાઈ મીંડી, સુલેમાનભાઈ પટેલ, સુરેશ પરમાર અને ગામનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : માતાજીની આઠમ અંગે ભરૂચ પંથકમાં તડામાર તૈયારી.

ProudOfGujarat

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી પાસે ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

પાટણ જીલ્લામાં મતદાન સમયે ઓળખના પુરાવા બાબતે જિલ્લા ચૂંટણી તંત્રની સ્પષ્ટતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!