ભરૂચ સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં ધેરાયેલી રહે છે. તાજેતરમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન નહીં મળવાને કારણે એક દર્દીનાં પરિવારે પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી કરી હતી. પરંતુ તે દરમિયાન પટેલ વેલ્ફેર હોસ્પિટલ પર પહોંચતા તેમનું મોત નિપજ્યું હોવાની વિગતો સાંપડી રહી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે બનાવેલા કોવિડ રૂમમાં દાખલ કરાયેલા દર્દીઓને પૂરતો ઓક્સિજન આપવામાં આવતો ન હોવાની બૂમો ઉઠવા પામી છે. ભરૂચના એ.એસ.પી.ના સેજલભાઈ દેસાઈને ઘટનાની જાણ થતા તેઓ સિવિલના કોવિડ રૂમની મુલાકાત લીધી હતી
તે દરમિયાન પણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પૂરતો ન હોવાની તેમજ સિવિલ સ્ટાફ દ્વારા દર્દીઓને યોગ્ય દેખરેખ ન કરાતી હોવાની ફરિયાદ ઊભી થઈ હતી.
Advertisement