મરકેટોર પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા ભરૂચ તાલુકાનાં ટંકારીયા, સિતપોણ, કવિઠા, કરગટ, બંબુસર, કહાન, ઝંધાર ગામનાં ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે ભરૂચ જીલ્લા કલેકટરને પાઠવાયેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે 2013 થી 2017 નાં સમયગાળામાં મરકેટોર પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા સાત ગામનાં ખેડૂતોની ફળદ્રુપ ખેતીની જમીનમાંથી કંપની દ્વારા ખેડૂતો સાથે ભાડા કરાર કરી ખેડૂતને જણાવેલ કે તમારી જમીનમાં ઓઇલ, પેટ્રોલ, કેરોસીનની શોધ કરવાની હોય તેથી ખેડૂતોએ જમીન ભાડેથી આપેલી હતી ત્યારબાદ મરકેટોર પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા ખેતરોમાં પાકું આર.સી.સી. નું સ્ટ્રકચર બનાવીને ખેતરોની ફરતે તારનું ફેન્સિંગ વાડ બનાવી ખેતરોમાં પથ્થર નાંખી મેટલનાં રોડ બનાવી આર.સી.સી. નાં નાના તળાવો બનાવીને ડ્રીલિંગ કરવાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કંપની દ્વારા 2 વર્ષ સુધી ભાડું આપવામાં આવ્યું ન હતું. તે પછી મરકેટોર પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા ખેતરોમાંથી કરોડો રૂપિયાનું ઓઇલ તથા અન્ય ખનીજ પેદાશોનું ઉત્પાદન કરવાનું શરૂ કરેલ. લાખો લિટર ખનીજ તેલ કંપની દ્વારા અલગ અલગ ગામોનાં ખેડૂતનાં ખેતરોમાં બનેલ કૂવામાંથી કાઢવામાં આવતું હતું. ટંકારીયા, સિતપોણ, કવિઠા, કરગટ, બંબુસર, કહાન, ઝંધાર ગામનાં ખેતરોનાં કૂવામાંથી કરોડો રૂ.નો કાચો ખનીજ જથ્થો કંપની દ્વારા કાઢવામાં આવે છે. પરંતુ કંપની દ્વારા છેલ્લા બે વર્ષથી નકકી થયેલ ભાડાની રકમ આપવામાં આવતી નથી જેથી ખેડૂતોને આર્થિક પારાવાર નુકસાન થયેલ છે. આ અંગે આવેદનપત્ર પાઠવી કંપની પાસે બાકી પડતાં ભાડાના રકમ અપાવવાની માંગણી કરવામાં આવી છે.
મરકેટોર પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા સાત ગામનાં ખેડૂતો સાથે થયેલ છેતરપિંડી વિરુદ્ધ યોગ્ય માંગ કરવા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Advertisement