Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજે વધુ 24 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ આંક 837 પર પહોંચ્યો.

Share

ભરૂચ જીલ્લામાં દિવસે દિવસે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જેને લઇને જિલ્લામાં હાલ હમણાં સુધીમાં ૮૩૭ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે આજે જિલ્લામાં ૨૪ જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. જ્યારે કે ભરૂચ જિલ્લામાં સરકારી આંકડો અને ખાનગી હોસ્પિટલના સારવારના આંકડામાં ઘણો ફરક છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત જિલ્લાના લોકો અનલોક બે માં મુસાફરી શરૂ કરતાં એકબીજાના સંપર્કમાં આવતા જિલ્લામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધી છે. આજે ભરૂચ જિલ્લામાં કુલ 24 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા જેમાં અંકલેશ્વરમાં 10, ભરૂચમાં 8, આમોદમાં 2, જંબુસરમાં 2, વાલિયામાં 1 અને ઝઘડિયામાં 1 વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઈ હતી. જિલ્લામાં હમણાં સુધીમાં 30 કરતાં પણ વધુ લોકો કોનાથી સંક્રમિત થયા છે પરંતુ સરકારી આંકડા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોના આંકડાઓમાં ઘણો ફરક છે. ભરૂચ જિલ્લામાં લોકોમાં એવી ચર્ચા છે કે હમણાં સુધીમાં કુલ 35 કરતા વધુ લોકો કોરોના સંક્રમણના કારણે મોતને ભેટયા છે પરંતુ સરકારી ચોપડે ૧૫ થી ૨૦ લોકો લોક જ મોતને ભેટયા હોવાનો નોંધાયું છે. જ્યારે જિલ્લામાં ત્રણ હોસ્પિટલોમાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની યાદી પેન્ડીંગમાં હોવાનું લોકો કહી રહ્યા છે. પરંતુ જિલ્લાના વહીવટી તંત્રને આ અંગે ખુલાસો કરવાનો સમય નથી તેઓ પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આજે 49 દર્દીઓ સાજા થતાં તેમણે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમ છતાં હજી 237 કેસ એક્ટિવ હોવાથી તેઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના રાજપારડી ટાઉનમાં ક્રાઇમ બ્રાંચના દરોડા, હજારોની કિંમતના દારૂના જથ્થા સાથે એક બુટલેગર ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ : ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દહેજ કંપની દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં વડ ઉદવહન યોજનાનું પાણી ટેસ્ટિંગ કરાતા નીરનાં વહેણ આવતા જગતનો તાત અને પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!