Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજ રોજ ભરૂચના વેજલપુર ખાતે સમસ્ત વેજલપુર યુવા શક્તિ સંગઠન દ્રારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે યુવાનો દ્રારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share


સમસ્ત વેજલપુર યુવા શક્તિ સંગઠન દ્રારા ભારતના ૭૨માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે આજ રોજ સવારના ૧૦ વાગે વેજલપુરના યુવાનો મોટી સંખ્યામાં બમ્બાખાને એકત્રિત થઈને તિરંગા સાથે દેશ ભક્તિના ગીતો સહિત,ડીજે,તથા ઢોલ,નગારા ના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા બમ્બાખાના થી નીકળી નાની બજાર,લીમડી ચોક,મહોમદપુર,તથા સમસ્ત વેજલપુર માં ફરી હતી.
આ શોભાયાત્રા યુવાનો દ્રારા ભારત માતાકી જય અને વંદેમાતરમ ના નારાઓ થી સમગ્ર વિસ્તાર આઝાદીના પર્વમાં રંગાઈ ગયો હોય તેમ લાગી રહ્યું હતું.આ યાત્રામાં વેજલપુર ના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ પાસે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતાં બે નાં મોત

ProudOfGujarat

સુરત યુથ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : હાંસોટ પોલીસે નામદાર બીજા. એડી. ચીફ જ્યુડી. મેજી. કોર્ટનાં કેસના સજા કરેલ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!