Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાનાં ટંકારિયામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

Share

મુસ્લિમ સંપ્રદાયનાં આગામી ઈદુલ અઝહાના પર્વ પ્રસંગે ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગ્રામ પંચાયતના ભવનમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી.રજ્યાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી ઈદનું પર્વ હાલ ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે સરકારની માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરવા પોલીસ ઇન્સ્પેક્ટરે ખાસ અનુરોધ કર્યો હતો. સરકારની માર્ગદર્શિકા મુજબ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ અન્ય જે નિયમો દર્શાવેલા છે તે મુજબ ઈદની ઉજવણી કરવા અનુરોધ કરાયો હતો. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં કાર્યકારી સરપંચ મુમતાઝબેન લાલન તથા ગામના આગેવાનો અને ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ચકચારી ઘટના : અડાલજમાં મળવા બોલાવેલી સગીરાને મિત્રોએ હોટલમાં પીંખી નાંખી.

ProudOfGujarat

ભરૂચ જંબુસરના કાવી કંબોઈ દરિયા કિનારે પાણીમાં કાર ચલાવી વિડીયો બનાવવો પડયો મોંઘો, કાર દરિયાના વહેણમાં ફસાઈ જતા રેસ્ક્યુ કરી બહાર કઢાઈ..!!

ProudOfGujarat

ધરમપુર અને ચીખલીમાં સાત ઇંચ ખાબક્યો :બારડોલી-નવસારીમાં છ ઇંચ :ખેરગામ અને જલાલપોરમાં પાંચ ઇંચ અને વધઈ વાંસદામાં ચાર ઇંચ વરસાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!