Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ કસક ભૂગુપુર સોસાયટી નજીક મકાન માંથી ઝડપાયું જુગારધામ.લાખ્ખો ના મુદ્દામાલ સાથે ૮ જુગારીઓ પોલીસ સકંજામાં આવ્યા….

Share

પોલીસ સૂત્રો પાસે થી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર ના કસક વિસ્તારમાં આવેલ ભુગુપુર સોસાયટી ખાતે ના એક મકાન માં બિન્દાસ અને બેખોફ અંદાજ માં મશગુલ બની પત્તા પાના થકી હાર જી ના દાવ લગાવતા જુગારધામ ઉપર પોલીસે દરોડા પાડી બાજી માં શો કર્યો હતો…..

Advertisement

પોલીસ ની એન્ટ્રી થી ધ્રુજી ઉઠેલા ૮ જેટલા જુગારીઓને સી ડિવિઝન પોલીસે દબોચી લઇ કાયદાના પાઠ ભણાવ્યા હતા સાથે જ પોલીસે જુગરીઓના મોબાઇલ ફોન.દાવ પર લાગેલ હજારો ની રોકડ તેમજ વાહનો મળી કુલ ૩.૫૦ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા જુગારી નંબર ૧ વિનોદ પ્રકાશ ચંદ્ર ચોકસી રહે.ભુગુપુર સોસાયટી ભરૂચ-(૨)કરશન ચતુર ભાઈ પરમાર રહે.સુરભી એવન્યુ સોસાયટી ભરૂચ-(૩)યજુવેન્દ્ર સિંહ ઉર્ફે મનીસ જસવંતસિંહ રાજ રહે.સૂર્ય નારાયણ સોસાયટી ભરૂચ-(૪)તુસાર સરદ ભાઈ પટેલ રહે.બુસા સોસાયટી ભરૂચ-(૫)સિધ્ધાર્થ ભાસ્કર ભાઈ પટેલ રહે.સત્યમ ટાઉન સોસાયટી ભરૂચ(૬)જતીન ભુપેન્દ્ર ભાઈ પડીયા રહે શ્રી હરિ બગ્લોઝ ભરૂચ(૭)વિનોદ હંસરાજ ગજ્જર રહે અંતદીક્ષ રેસિડેન્સી (8)જ્યંત કાન્તિ ધારીયા.રહે બી 803 આરકે હેબીટેડ ઝાડેશ્વર.. ભરૂચ તેમજ અન્ય એક ઇશમ મળી કુલ ૮ જેટલા જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…..


Share

Related posts

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઇનનું પાલન શરૂ, સંસ્થાએ નિયમો પણ બનાવ્યા

ProudOfGujarat

ભરૂચનાં મુખ્ય માર્ગો પર પશુઓનો અડીંગો હોવાના પગલે પશુઓ પકડી પશુ મુકત રસ્તા અભિયાન અર્થે અપાયેલ કોન્ટ્રાકટરનું શું થયું તે અંગે ચાલતી ચર્ચા.

ProudOfGujarat

ભરૂચની નારાયણ વિદ્યા વિહાર સ્કૂલની રજત જયંતી વર્ષની ઉજવણી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષપદે કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!