ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 ઉપર હાલ બાંધવામાં આવેલા નવા બ્રિજ બાદ મુલદ ચોકડી નજીક ટોલ પ્લાઝા ઊભું કરવામાં આવ્યું છે જેમાં અસંખ્ય વાહનો અવરજવર કરતાં દ્વિચક્રી વાહનો માટે એક અલગથી રસ્તો બનાવવાની માંગણી કરી છે. રાજ્યના દરેક ટોલ પ્લાઝા પાસે દ્વિચક્રી વાહન પસાર થાય તે માટે એક અલગ વ્યવસ્થા અને રસ્તો બનાવવામાં આવે છે પરંતુ મુલદ ચોકડી નજીકના ટોલ પ્લાઝા પાસે આવો કોઇ જ રસ્તો બનાવવામાં આવ્યો નથી જેને લઇને કેટલીક વખત અકસ્માતો થતા હોય છે ત્યારે જો દ્વિચક્રી વાહનો માટે અલગથી અહીં રસ્તો બનાવવામાં આવે તો તો નાના અકસ્માતો થતા અટકી શકે છે અને તેમની માંગણીને લઇને જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટરને અરજી કરવામાં આવી છે.
Advertisement