ભરૂચનાં નામાંકિત ડૉ. કેતન દોષી સામાજીક સેવા કરવા અંગે ખૂબ ખ્યાતિ ધરાવે છે ત્યારે તેઓ કોરોનાથી સંક્રમિત થતાં તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષોથી સામાજીક અને તબીબી ક્ષેત્રે ખૂબ સક્રિય હોવાથી ડૉ. કેતન દોષી ખૂબ લોકપ્રિય છે ત્યારે એવી અફવા બહાર આવી હતી કે કોરોનાની લડતમાં તેમનું મોત નીપજયું છે. પરંતુ આ ખબર મળતા જ પ્રાઉડ ઓફ ગુજરાતનાં સૂત્રોએ તપાસમાં આરંભ કરતાં ડૉ.કિરણ છત્રીવાળા સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમને જણાવ્યુ હતું કે આ અફવા સદંતર પાયા વિહોણી છે. કેતન દોષીની તબિયત સતત સુધારા પર છે. તેમજ તેમને તેમની તબિયત પૂછવા બાબત શુભેચ્છકોનો આભાર માન્યો હતો. હાલ તેઓ તેમની તબિયતનું ચિંતા કરવાનું કોઈ કારણ નથી એમ તેમને જણાવ્યુ હતું. પ્રાઉડ ઓફ ગુજરાત લોકોને વિનંતી કરે છે કે આવી અફવાઓથી દૂર રહેવું તેમજ કેતન દોષીની તબિયત સતત સુધારી રહી હોવાના કારણે કોઈ ચિંતા કરવા જેવુ નહીં.
ભરૂચ : ડૉ. કેતન દોષીનું અવસાન થયું હોવાની અફવા સદંતર ખોટી, અફવાઓથી સાવધ રહેવા પ્રાઉડ ઓફ ગુજરાતની અપીલ.
Advertisement