આરોપીને પકડવા અંગે પોલીસ કોરોના યુગમાં થોડા ખચકાટ અનુભવતા હોય તેમ જણાય રહ્યું છે. બી ડિવીઝનમાં એક આરોપીને કોરોના પોઝીટીવ આવ્યા બાદ ભરૂચ જીલ્લા પોલીસતંત્રમાં આરોપીઓ કોરોના પોઝીટીવ હોવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અત્યારસુધી 6 જેટલા આરોપીઓ કોરોના પોઝીટીવ જણાયા છે. હાલમાં મામલતદાર કચેરી પાસે શાકભાજી લેતી એક વૃદ્ધ મહિલાને સરકારી સહાય અપાવવાની લાલચ આપી વૃદ્ધના ગળાના અછોડો અને સોનાની બુટ્ટી પડાવી લીધી હતી. વૃદ્ધા પાસે બે આરોપીઓનો હુલિયા જાણ્યા બાદ પોલીસે તપાસનો આરંભ કરતાં બાતમીનાં આધારે બે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમથી એક આરોપીનો કોરોના પોઝીટીવ આવ્યો હતો. ત્યારબાદ પોલીસતંત્ર દ્વારા કોરોનાની ગાઈડલાઇન મુજબ એકશન લેવાયા છે કે કેમ તે અંગે પુછવામાં આવતા તેમ જણાવ્યુ હતું કે પાંચ જેટલા પોલીસ કર્મીઓનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. જોકે ગાઈડલાઇન મુજબ આરોપીઓના સંપર્કમાં આવેલ પોલીસ કર્મચારીઓ જયાં સુધી કોરોના નેગેટિવ ન આવે ત્યાં સુધી શંકાસ્પદ કહેવાય તેથી તેમણે હોમકોરન્ટાઇન કરવા જોઈએ. વાસ્તવમાં તેમણે હોમકોરન્ટાઇન કરાયા છે કે કેમ તે બાબત મહત્વની બની જાય છે.
ભરૂચ મામલતદાર કચેરી પાસે એક વૃદ્ધને સરકારી સહાય અપાવવાની લાલચ અપાવનાર બે આરોપી પૈકી એક આરોપીને કોરોના પોઝીટીવ આવતા પોલીસતંત્રમાં ખળભળાટ.
Advertisement