ભરૂચ જીલ્લામાં અને તેમાં પણ ભરૂચમાં નોંધપાત્ર વરસાદ વરસતા તેની અસર ઠેરઠેર જણાય હતી. ભરૂચનાં ઐતિહાસિક એવાં ટાવર વિસ્તારમાં નદી કાંઠે મકાનને અડીને આવેલ દિવાલ ધરાશાયી થઈ. આ કોટ ઐતિહાસિક ઇમારત તરીકે ઓળખાય છે ત્યારે ભરૂચ જીલ્લા તંત્ર દ્વારા ઐતિહાસિક ઇમારતની માવજત કરવામાં આવશે તેવો દાવો પોકળ સાબિત થયો હતો. વહેલી સવારે કોટનો કેટલો હિસ્સો પડયો હતો અને તે સમયે લોકોની અવરજવર ઓછી હોય તેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે ઐતિહાસિક કોટનાં કાયમી રક્ષણ માટે તંત્ર દ્વારા યોગ્ય માવજત થવી જોઈએ તેવી લોકોમાં માંગ ઊભી થઇ છે.
Advertisement