Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : દહેગામ ગામની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ૧૫૦૦ વૃક્ષોની રોપણી કરાઇ.

Share

ભરૂચ તાલુકાનાં દહેગામ ગામની શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના ચોગાનમાં ૧૫૦૦ જેટલાં વૃક્ષોની રોપણી કરાઇ હતી.દહેગામ ક્રિકેટ ગ્રાઉન્ડ તેમજ પ્રાથમિક શાળાની સામે બાળકોને રમવા માટે ફેન્સિગ વૉલ સાથેના ગ્રાઉન્ડ પર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન તરફથી ગ્રામ પંચાયતે કરેલી માંગ અનુસાર ૧૫૦૦ જેટલા વૃક્ષોની રોપણી કરાઇ હતી.કાર્યક્રમમાં નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. ના CPM અનિલકુમારના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે શાળાના બાળકો સહિત ગ્રામજનોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે કાર્યકમને સફળ બનાવ્યો હતો. વૃક્ષારોપણ માટે ગામના સરપંચ ઈલ્યાસ પટેલ તેમજ ગામના યુવાનોએ નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશન લિમિટેડનો આભાર માન્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી.પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં વધુ 16 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ સંખ્યા વધીને 681 થઈ.

ProudOfGujarat

રાજપીપળા : કુબેર ભંડારી મંદિર આજથી કોરોનાના બે મહિનાના લોકડાઉન બાદ પુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા.

ProudOfGujarat

ભરૂચની એમિટી સ્કુલમાં રાષ્ટ્રીય યુવાદિન નિમિત્તે “મતદાન જાગૃતિ અભિયાન” યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!