સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી મસીહા છોટુ વસાવા પર કરેલ સીધા આક્ષેપવાળું આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધન કરી આપ્યું. જેમાં જણાવ્યુ છે કે નેત્રંગ, ઝધડીયા, વાલિયા તાલુકાની સરકારી જમીનો પર ગેરકાયદેસર રીતે કબ્જો રાજકીય પાર્ટી બી.ટી.પી. નાં આગેવાનો જમાવી રહ્યા છે. તેમણે રોકવા છેલ્લા 2 વર્ષથી અધિકારીઓને જાણ કરવામાં આવેલ છે. પરંતુ તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત બી.ટી.પી. કોંગ્રેસની હોવાથી અને ધારાસભ્ય બી.ટી.પી. નાં હોવાથી તેઓના સમર્થકો મનમાની કરી સરકારી જમીનો હડપી રહ્યા છે. જેમ કે નેત્રંગ તાલુકા મોરી ચોકડી પાસે સરકારી હાઈસ્કૂલ માટે સરકારી જમીન સ્કૂલ બાંધકામ તેમજ વિદ્યાર્થીઓ માટે મેદાન માટે ફાળવેલ હતી. તે જમીનમાંથી મેદાન માટેની જમીનની જીલ્લા પંચાયતનાં ઉપપ્રમુખે પેટ્રોલપંપ માટે તેઓના પરિવારનાં નામે કરી લીધેલ છે અને ત્યાં બાંધકામ શરૂ કરી દેવાયું છે. એટલું જ નહીં મોરી ચોકડી પાસે નેશનલ હાઇવેનાં નિયમોનો ભંગ કરી વિશાળ શોપિંગ સેન્ટર બી.ટી.પી. નાં આગેવાનો બનાવી રહ્યા છે. ઝધડીયા તાલુકાનાં વાસના ગામે નર્મદાનાં અસરગ્રસ્તોને ફાળવેલ જમીન પણ છેલ્લા 20 થી 25 વર્ષથી ધારાસભ્ય છોટુભાઈ વસાવાનાં પરિવારજનોએ કબ્જો જમાવી લીધો છે. જે જમીન 200 એકર જેટલી છે. આ ઉપરાંત ખાણ ખનીજ માટે પણ રેતી, માટી, પથ્થર કાઢવા માટે સરકારે જમીનોમાં ગેરકાયદેસર માટી, પથ્થર કાઢવા માટે જમીનો પચાવી રહ્યા છે. ઉપરોકત સ્થાને અને ઘણા બધા વિસ્તારોમાં સરકારી જમીનો હડપી લેવામાં આવી હોવાનો ખુલ્લો આક્ષેપ સાંસદ મનસુખ વસાવા તેમજ નેત્રંગ, વાલિયા અને ઝધડીયાનાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરેલ છે. આવા આવેદનનાં પગલે હવે રાજકારણ કઈ દિશામાં જાય છે તે જોવું રહ્યું.
ભરૂચ જીલ્લાનાં સાંસદ અને ઝધડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવા આમને સામને.
Advertisement