ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તા.23-7-2020 નાં રોજ સવારનાં જીવદયા ગૌ રક્ષક સમિતિનાં પ્રમુખ વિહાભાઈ ભરવાડ દ્વારા ભરૂચ ગૌરક્ષા દળ ગુજરાત પ્રદેશ પ્રભારી તેમજ દક્ષિણ ગુજરાત પ્રમુખ ઝીણાભાઈ ભરવાડે વિહાભાઈને માહિતી આપી હતી કે GJ-24-U-4136 નંબરની ટ્રક ગાડીમાં 23 જેટલા પશુઓ જેમાં 19 પાડા અને 4 પાડીનો સમાવેશ થાય છે. તેમણે કીમ ખાતે કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જે અંગે ઝીણાભાઈ ભરવાડ તપાસ કરતાં ટ્રકમાં ખૂબ ક્રુરતા પૂર્વક પશુઓને રાખવામા આવ્યા હતા. તેમજ ધાસ પાણીની પણ સગવડ કરવામાં આવી ન હતી. આ અંગે અંકલેશ્વર સિટી પોલીસ તપાસ કરી રહી છે. હાલ પશુઓને કરજણ પાંજરાપોળ ખાતે મોકલી આપેલ છે. અત્રે નોંધવું રહ્યું કે ઝીણાભાઈ ભરવાડ ગૌ રક્ષક દળ ગુજરાત પ્રદેશ પ્રભારી તેમજ દક્ષિણ ગુજરાત પ્રમુખ પશુઓને તેમજ ગૌ રક્ષા માટે સતત કામગીરી કરી રહ્યા છે.
Advertisement