ભરૂચ જીલ્લામાં કોરોનાની મહાજાળ દિવસેને દિવસે વિસ્તરતી જાય છે. તા.23-7-2020 નાં રોજ કોરોના પોઝીટીવનાં 27 દર્દીઓ નોંધાયા હતા. જેમાં ભરૂચમાં 7, અંકલેશ્વરમાં 12, આમોદમાં 4, વાલિયામાં 1, ઝઘડિયામાં 1, નેત્રંગમાં 1, જંબુસરમાં 1 એમ કુલ 27 દર્દીઓનો સમાવેશ થાય છે. અત્રે ખાસ નોંધવું રહ્યું કે ભરૂચનાં નામાંકિત વ્યક્તિઓ કે જેમાં તબીબો અને રાજકારણીઓનો સમાવેશ થાય છે. તેમના નામો ભરૂચનાં આરોગ્યતંત્રનાં ચોપડે ચઢતા નથી તે એક વિચિત્ર બાબત કહી શકાય તે સાથે કેટલાક દર્દીઓ કોરોના પોઝિટીવ હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ સાજા થઈ જતાં તેમણે હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. લોકોએ એવાં દર્દીઓનું ફૂલોથી સ્વાગત કર્યું હતું જેમને કોરોનાને મ્હાત આપી હતી. પરંતુ આવા દર્દીઓના નામ પણ આરોગ્ય ખાતાનાં લિસ્ટમાં કયાંય જાણતા નથી. જેથી તેમની આજુબાજુનાં તેમના પોતાના ઘરના સભ્યોની તબીબી હાલત કેવી હશે તે અંગે કોઈ તપાસ કરાઇ નથી જે દુ:ખદ બાબત છે.
ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટીવનાં વધુ 27 દર્દીઓ નોંધાતા હડકંપ કોરોના પોઝિટીવનો કુલ આંકડો 735 સુધી પહોંચ્યો.
Advertisement