Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લાની તમામ સ્વનિર્ભર શાળાઓની અચોકકસ મુદ્દતની હડતાળ કરી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રનો વિરોધ કરવામાં આવ્યો.

Share

ભરૂચ જીલ્લાની સ્વનિર્ભર શાળાઓએ તા.23-7-2020 નાં રોજ પત્રકાર પરિષદ યોજી સરકારનાં તાજેતરમાં બહાર પાડવામાં આવેલ પરિપત્રનો વિરોધ કર્યો હતો. આ પરિપત્રની વિગત જોતાં સરકારે એમ જણાવેલ છે કે કોરોના મહામારી દરમ્યાન સ્વનિર્ભર શાળાઓએ ફી ઉધરાવી નહીં તેમજ ઓનલાઈન શિક્ષણએ વાસ્તવિક શિક્ષણ ગણાતું નથી. જેથી આ સમયની ફી પણ સ્વનિર્ભર શાળા ઉધરાવી શકશે નહી. જેથી લાખો શિક્ષક અન્ય કર્મચારીઓના પગારની મુખ્ય સમસ્યા ખડી થાય છે. આ પરિપત્ર અંગે ગુજરાત રાજયા સ્તરે સ્વનિર્ભર શાળાઓનાં મહામંડળની બેઠક મળી હતી જેના અનુસંધાને આજે ભરૂચ સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા પરિપત્ર યોજી સરકારનાં આ પરિપત્રનો વિરોધ કરી સરકાર પરિપત્ર પાછો ખેંચી લે તે અંગે માંગણી કરી હતી ત્યાં સુધી અચોકકસ મુદ્દતની હડતાળનું એલાન કર્યું હતું. સાથે જ આ અંગે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવાયું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- મેઘરાજાએ કરી એન્ટ્રી,બાળકોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ…

ProudOfGujarat

ઝઘડીયાના વણાકપોર પ્રાંકડ રોડ નજીક સુકાયેલ વૃક્ષ પડવાથી જાનહાનીની દહેશત.

ProudOfGujarat

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાનો પ્રથમ વખત મતદાનના અધિકારનો ઉપયોગ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!