કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનાં નિયમોનાં પાલન સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવી યુરિયા ખાતરની અછત તેમજ સિંચાઇનું પાણી જે માર્ચ મહિનાથી બંધ કરવામાં આવે છે તેમજ ખેતરનાં નવા વીજ જોડાણ આપવામાં આવતા નથી તે તમામ બાબતો અને સમસ્યાને આવરી લેતું આ પત્ર કલેકટરને પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ એક તરફ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે ખેડૂતોનાં ખાતર, પાણી અને વીજળીનાં અતિ આવશ્યક પ્રશ્નોનાં ઉકેલ અંગે રજૂ કરવામાં આવી હતી. કિસાન કોંગ્રેસ સમિતિનાં ત્રણ આગેવાનોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં કિસનોની તમામ સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. સરકારની ખેડૂત વિરોધી નીતિ પગલે યુરિયા ખાતરની તંગી થઇ છે. તે ઉપરાંત વર્ષો પહેલા તત્કાલિન સરકારે નર્મદા નિગમની સ્થાપના કરી જેનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇથી પાણી મળી રહે તેવો હતો પરંતુ તે હેતુ પાર પડયો નથી અને ખેડૂતોને પાણી ન અપાતાં બીજી બાજુ ઉદ્યોગોને પાણી અપાય રહ્યું છે તે સાથે ખેડૂતને વીજ જોડાણ પણ મળતું નથી. આવેદનપત્ર પાઠવવામાં કિસાન કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ યાકુબ ગુરજી, જંબુસરનાં નવીન પટેલ, વાલિયાનાં રણજીતસિંહ, ભરૂચના પ્રતાપસિંહ તેમજ સંજય સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. જયારે આ પ્રસંગે જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરિમલસિંહ રણાએ સ્પષ્ટપણે જણાવ્યુ હતું કે ખેડૂતોની સમસ્યા અંગે તંત્ર દ્વારા ટૂંક સમયમાં અસરકારક પગલાં નહીં ભરવામાં આવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે.
ભરૂચ : યુરિયા ખાતર મેળવવા ખેડૂતોએ લાંબી કતારમાં કલાકો સુધી ઊભા રહેવું પડે છે તેમજ અનેક સમસ્યાઓ અંગે કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
Advertisement