ભરૂચ જીલ્લામાં ખ્યાતિ પ્રાપ્ત એવી બિરલા ગ્રાસિમ કંપનીમાં નબીપુરનાં મૂળ વતની એવાં 38 વર્ષનાં ઇસમે આત્મહત્યા કરતાં સનસનાટી ફેલાય ગઈ છે. બિરલા ગ્રાસિમ કંપનીમાં સવારે 10 થી બપોરનાં 12:20 મિનિટનાં સમય સુધી કોઈ એવી રહસ્યમય ઘટના બની કે જેથી કર્મચારીએ આત્મહત્યા જેવુ પગલું ભરવું પડે એટલું જ નહીં પરંતુ આત્મહત્યા કરી તે સમયે સાથી કર્મચારી કયાં હતા તે પણ એક તપાસનો વિષય બની ગયો છે. બિરલા ગ્રાસિમ કંપનીમાં મેનેજર જેવી જવાબદારી ભરેલ પોસ્ટ પર ફરજ બજાવતા નબીપુર ગામના રહેવાસી સાબિર હુશેન અહેમદ પટેલ ઉં.38 એ વિલાયત વિસ્તારમાં આવેલ બિરલા ગ્રાસિમ કંપનીમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ખબર વાયુવેગે ફેલાતા સમગ્ર અન્ય કંપનીઓ અને GIDC વિસ્તારમાં સનસનાટી ફેલાય ગઈ હતી. લોકમુખે ચર્ચાતી બાબતોમાં કંપનીઓમાં ચાલતા કાવાદાવા તેમજ એચિવ ના થાય તેવા અપાતા ટાર્ગેટનાં પગલે કેટલીકવાર મેનેજર કક્ષાનાં ઠરેલ પ્રકૃતિનાં વ્યક્તિઓ પણ આત્મહત્યા કરવા પ્રેરાય તેવી પરિસ્થિતીનું સર્જન થાય છે. અલબત આ બધી બાબતો લોકમુખે ચર્ચતી બાબતો છે. સાચું કારણ તો તપાસ દરમ્યાન બહાર આવશે એમ જણાય રહ્યું છે.
ભરૂચ : નબીપુરનાં એક આશાસ્પદ ઇસમે બિરલા ગ્રાસિમ કંપનીમાં આત્મહત્યા કરી.
Advertisement