ભરૂચ સિટી પોલીસનાં વિસ્તારમાં દેશી વિદેશી દારૂનું ફૂલ ગુલાબી આંકડાકીય ચિત્ર જણાય છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતી કઈ જુદી હોવાનું લોકમુખે ચર્ચાય રહ્યું છે. સૌ પ્રથમ ફૂલ ગુલાબી આંકડા જોતાં વર્ષ 2019 માં પીધેલા 43 ઝડપાયા હતા. દેશી દારૂ અંગે 230 કેસ નોંધાયા હતા. જયારે વિદેશી દારૂનાં 32 કેસ કરવામાં આવ્યા હતા. અર્ધવાર્ષિક સમય વિત્યો છે ત્યારે એ ડીવીઝન પોલીસ લગભગ 9 પીધેલા જ્યારે 265 જેટલી દેશી દારૂ અંગેનાં કેસ અને છ માસના સમય દરમિયાન જ વિદેશી દારૂના 26 કેસો કરેલ છે. જેથી આમ જોઈએ તો આંકડાકીય દ્રષ્ટિએ ખૂબ સારી કામગીરી કહી શકાય પરંતુ વાસ્તવિક પરિસ્થિતી કંઈ જુદી છે જે કડવી છે પરંતુ સાચી છે. જેમ કે આચારજી વિસ્તારના લોકોએ તાજેતરમાં જ દારૂ વિષે સહીઓ સાથે અરજી આપેલ છે. આ અરજી અંગે કોઇ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી નથી તે સાથે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ભરૂચ નગરનું આશાસ્પદ યુવાધન દારૂની દુનિયામાં પ્રવેશી ચૂકી પોતાનું ભવિષ્ય અંધકારમય બનાવી રહ્યા છે. વિસ્તાર પ્રમાણે જોઈએ તો મઢુલી સર્કલથી શેરપુરા સુધી લબરપૂછીયા અને જુવાનો દારૂ હેરાફેરીનાં ધંધાનાં રવાડે ચઢી ગયા છે તે સાથે શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધી વિદેશી દારૂની બોટલની હેરાફેરી થઈ રહી છે ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આ યુવાનો પાસે વિદેશી દારૂનો જથ્થો આવે છે ક્યાંથી આ પ્રશ્નો ઉપસ્થિત થતા જ મગજમાં મોટા ગજાના બુટલેગરનાં ચિત્રો ઉપસી આવે. એલ.સી.બી વખતોવખત વિપુલ પ્રમાણમાં રેડ કરે છે અને ઇંગ્લિશ દારૂને ઝડપે છે પરંતુ તેમની રેડ અને અસર ચોપડે ખૂબ જ સારી લાગી રહી છે પરંતુ વાસ્તવમાં પરિસ્થિતિ તદ્દન વિપરીત છે એમ તો સીટી પોલીસના ડીસ્ટાફ પણ નાના-મોટા પોતાના સ્વાર્થ ખાતેના આંટાફેરા મારે છે પરંતુ તેઓ સ્વહિત માટે વધુ કામ કરતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સૌથી દુ:ખદ બાબત એ છે કે લોકડાઉન મંદીના માહોલમાં યુવાનો બેકાર છે ત્યારે દારૂની અંધારી દુનિયામાં ના છૂટકે જોડાઈ પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે તે ભરૂચ માટે શરમજનક બાબત કહેવાય. લોકોની માંગ એવી ઊભી થઈ છે કે ભરૂચ સીટી પોલીસ સ્ટેશન ખાતે ભરવાડ જેવા બાહોશ અમલદાર છે ત્યારે તેઓ પોતાની કેબિનમાંથી બહાર નીકળી એવી રેડ કરે કે સમાજને ઉદાહરણ મળે અને યુવાનોનું ભવિષ્ય ઉજળુ થાય અને તેમની જિંદગી ન બગડે.
ભરૂચ સિટી પોલીસનાં કાર્યક્ષેત્રમાં કાંટા ધરાવતું ફૂલ ગુલાબી પ્રોહીબિશનનું ચિત્ર… ઉપર આંકડાકીય માયાજાળમાં કામગીરી દેખાય જયારે વાસ્તવમાં ગલીગલી બુટલેગરોનું શોર.
Advertisement