ભરૂચ જીલ્લાનાં જંબુસર તાલુકાનાં વેડચ પોલીસ મથક ખાતે વર્ષ 2020-21 નાં નવેમ્બર માસમાં પોસ્કોનો એક ગુનો નોંધાયો હતો. જે ગુનાની વિગત જોતાં આરોપી દિલિપ ઉર્ફે પકો પઢીયાર રહે. ઉછડ તા.જંબુસરએ તેના ગામની સગીર બાળકીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. જેનું પગેરું શોધવા CPI અને વેડચ પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમ છતાં આરોપી કે સગીર બાળા ભોગ બનનારનો પતો મળ્યો ન હતો. તેથી ગુનાનાં ફરિયાદીએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરતાં ગુજરાત હાઈકોર્ટે તપાસ ભરૂચ જીલ્લા પોલીસ વડાને આપી અને તા.20-7-2020 સુધીમાં ભોગ બનનાર બાળાએ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કરેલ હતો. જેથી આ ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડાએ સંભાળી ગુનાની સંવેદનશીલતાની ગંભીરતાને ધ્યાને લઈ જંબુસર ડીવીઝન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની એક ટીમ સુરેન્દ્રનગર જીલ્લા ખાતે રવાના કરી હતી. આ ટીમ સુરેન્દ્રનગર જીલ્લાનાં ગ્રામ્ય અને ખેતરવાડી વિસ્તારમાં સતત 5 દિવસ બારીકાઈથી તપાસ કરતાં હ્યુમન ઇન્ટેલિઝન અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપી તથા સગીર બાળાને સુરેન્દ્રનગરનાં મુળી શહેર નજીક ખેતરવાડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલ હતા. આ અંગે વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક જંબુસર કરી રહ્યા છે. આરોપીની કોવિડ ટેસ્ટ થયા બાદ તેની અટક કરવામાં આવશે.
જંબુસર તાલુકાનાં ઉછડ ગામેથી સગીર બાળાનું અપહરણ કરી લઈ જનાર આરોપીને સુરેન્દ્રનગર જીલ્લામાંથી ઝડપી પાડતી ભરૂચ પોલીસ.
Advertisement