ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની કપરી સ્થિતિમાં અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા સમયાંતરે જરૂરતમંદોને ચીજ વસ્તુઓનું વિતરણ તેમજ રોગ પ્રતિકારક ઉકાળાના વિતરણ કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે. જે અંતર્ગત બુધવારના રોજ ભરૂચ તાલુકાના નબીપુર ગામમાં મોહદદીસે આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવાથી રોગ સામે પ્રતિકાત્મક શક્તિ પેદા થાય એવા હેતુસર સમગ્ર કાર્યક્રમનુ આયોજન કરાયું હતું. જેમાં મિશનના ઉત્સાહી કાર્યકરો દ્વારા દરેક ઘેર જઈને ઉકાળો પહોંચાડવામાં આવ્યો હતો. આ વિતરણ સમયે કાર્યકરો દ્વારા સોશિયલ ડિસ્ટનસિંગની તકેદારી રાખવામાં આવી હતી. સાથોસાથ કાર્યકરો દ્વારા દરેક ઘેર જઇ નાગરિકોને કોરોનાની મહામારી વિશે માહિતગાર કરી તેમને અનલોકડાઉનમાં સહભાગી થવા સમજાવવામાં આવ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં મોહદદિસે આઝમ મિશનના નબીપુરના પ્રમુખ સોહેલભાઈ મૌલવી, ઉપપ્રમુખશી ફૈઝૂલ ડેમાં, તથા ટ્રસ્ટના અન્ય સભ્યો અને ગામના નવયુવાનો ઉપસ્થિત રહયા હતા.ઉકાળા વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉકાળાનો લાભ લીધો હતો.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
ભરૂચ : નબીપુર ગામે મોહદદીસે આઝમ મિશન બ્રાન્ચ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement