કેટલાંક સમય અગાઉ પોલીસ કર્મચારી દ્વારા ફરજ પર ટીકટોકનાં માધ્યમનાં ઉપયોગ અંગે હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ હાલમાં સુનિતા યાદવનાં પ્રકરણની ઓડિયો અને વિડીયો વાઇરલ થતાં તેના ખૂબ મોટા પાયે પ્રત્યાધાત પડતાં ગુજરાત પોલીસતંત્ર દ્વારા પોલીસતંત્રનાં કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાનાં ઉપયોગ અંગે આચારસંહિતા દાખલ કરવાની ફરજ પડેલ છે. આ અંગે ગુજરાત પોલીસનાં આઇ.જી. શિવાનંદ ઝા દ્વારા અપાયેલ આદેશનાં પરિપત્રમાં પોલીસ કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ અંગે કાનૂની પ્રતિબંધથી માંડીને પોલીસ દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતે માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઇન પણ આપવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે બિન રાજકીય અને બિન સાંપ્રદાયિક રહેવું, શિષ્ટ અને વિશ્વાસુ હોવું તેમજ ભાષામાં શિષ્ટાચાર હોવો જરૂરી છે. આ તમામ બાબતે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી છે. જેથી હવેથી પોલીસ કર્મચારીઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં પહેલા ગાઈડલાઇન જાણી લેવી જરૂરી થઇ પડશે. જોકે ગાઈડલાઇનમાં પણ કેટલાંક મુદ્દાઓમાં પણ સંવાદિતતા જણાતી નથી.
પોલીસતંત્રનાં કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપયોગ અંગે આચારસંહિતા અને નિયમો લગાવવામાં આવ્યા.
Advertisement