ગુજરાત રાજયમાં જમીન રી સર્વે માટેની ડીઝીટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી ભરૂચ જીલ્લા સહિત 33 જીલ્લામાં હાથ ધરવામાં આવેલ છે. આ પ્રમોલગેશન પછી રી સર્વે રેકોર્ડમાં ખાતેદારો દ્વારા રેકોર્ડની ક્ષતિઓ સુધારવાની રજૂઆતો આવે છે. આવી અરજીઓ કરવા અંગેની પ્રોસીઝર માટે સમયમર્યાદા લંબાવાની જરૂર પડતાં તેમજ ખેડૂત ખાતેદારોને પણ અરજી કરવાની તક મળી શકે તેમજ પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારવામાં હેરાનગતિ ન થાય અને વકીલ ખર્ચ ન કરવો પડે અને અન્ય હાડમારી પણ ન ભોગવવી પડે તે માટે ખાતેદારો તરફથી રજૂ થતી અરજીઓ માટે નિયત કરેલ સમયમર્યાદા વધારી તા.31-12-20 સુધી કરવામાં આવેલ છે.
Advertisement