Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ થી જંબુસર જવાનાં માર્ગ પર અકસ્માત નો બનાવ,દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના 2 કર્મચારી ઓના મોત

Share

ભરૂચ થી જંબુસર જવાનાં માર્ગ પર બપોરે 3 વાગ્યાં ના સમય અરસા માં બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જતા દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના બે કર્મચારીઓ ના ઘટના સ્થળે મોત નીપજયા હતા. આ કરુણ બનાવ ની વિગતો જોતા આજે બપોર ના સમયે દેરોલ પ્રાથમિક કેન્દ્ર ના 2 કર્મચારી બાઈક પર ભરૂચ તરફ આવી રહ્યા હતા. ત્યારે આ બનાવ બન્યો હતો. પ્રાથમિક માહીતી મુજબ બાઈક સ્લીપ થતા બને કર્મચારી સડક પર પટકાયા હતા. જેમની પર ટ્રક ફરી વળતા તેમના મોત નીપજ્યાં હતા. મૃતકોમાં સંદીપ વસાવા ઉ.વ 32 રહે.ભરૂચ અને નિલેશ પટેલ ઉ.વ 34 રહે.હાંસોટ નો સમાવેશ થાય છે. ભરૂચ ગ્રામ્ય પોલીસ ના પી.આઈ રણા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
વ્હાલું ગામ ના પાટિયા પાસે આ બનાવ બન્યો હતો. ગામના રહેવાસીઓ ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા.

Advertisement

Share

Related posts

ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને વિવિધ વસ્તુઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના આમલી દાબડા ગામે ૭૩ મો વન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

વડોદરામાં રોડ ક્રોસ કરતી વખતે મોબાઇલમાં વ્યસ્ત યુવાનનું સિટી બસની અડફેટે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!