હાલનાં સમયમાં ભરૂચમાં કોરોના વાઇરસે કાળો કેર વર્તાવ્યો છે. દિન-પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને કોરોના પોઝીટિવ દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે અને ભરૂચ જીલ્લાની તમામ કોવિડ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે ત્યારે ભરૂચ ખાતે આવેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ડેરીકેડિટ કોવિડ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.
હાલમાં ભરૂચ જીલ્લામાં શરૂ કરાયેલ તમામ કોવિડ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ફુલ થઈ ગયેલ છે. ત્યારે વેલ્ફેર હોસ્પિટલ દ્વારા આ કોવિડ સેન્ટરની શરૂઆત એ સરાહનીય કામગીરી છે. આરંભની સાથે આજે આ કોવિડ સેન્ટરમાં 15 દર્દીઓ દાખલ થઈ ગયા છે. આ કોવિડ સેન્ટર 64 બેડની કેપીસીટી ધરાવે છે અને તેમાં 10 વેન્ટીલેટર છે તથા 7 HNFC છે, 23 બેડ ઉપર ઑક્સીજનની ફેસિલિટી મૂકવામાં આવેલ છે. આ કોવિડ સેન્ટરમાં દાખલ કર્યા પછી તેના સગાં સંબંધીને ઘરે જતાં રહેવાનુ છે. દર્દીની હાલત બાબતમાં દિવસમાં બે વાર ફોન દ્વારા તેના સગાં-સંબંધીને જાણકારી આપવામાં આવશે. કોવિડ સેન્ટરનાં સંચાલકોએ જણાવ્યુ હતું કે અમે જે મદદની અપીલ કરી હતી તે મોટા પ્રમાણમાં અમને મળી રહી છે. લોકો વેન્ટીલેટર પણ ડોનેટ કરી રહ્યા છે જેનો કોવિડ સેન્ટરનાં સંચાલકોએ આભાર વ્યકત કર્યો હતો અને જેટલા વેન્ટીલેટરો આવશે એટલી વ્યવસ્થા કરતાં રહીશું. સરકારી સેન્ટર છે એટલે વિના મૂલ્યે સારવાર કરતાં રહીશું બાકીનું ડોનેશન આવશે તેમાંથી ચલાવવામાં આવશે.
ભરૂચમાં વેલ્ફેર હોસ્પિટલ ખાતે ડેરીકેડિટ કોવિડ સેન્ટરનો પ્રારંભ કરાયો.
Advertisement