લોકોની દશા સુધારનાર દશા માઁ નાં વ્રતની શરૂઆત થઈ ચૂકી છે. દર વર્ષે દશા માઁ નાં ભકતોની સંખ્યા વધતી જાય છે. ત્યારે લોકો પોતાની અને કુટુંબની દશા સુધારવા આ વ્રત કરે છે. દશા માઁ નું વ્રત કરવા અંગે ખૂબ કડક નિયમો છે જેમ કે વ્રતનાં દિવસો દરમ્યાન માંસાહાર કે મદિરાપાન પર અંકુશ રાખવો પડે છે. સ્વ્ચ્છતાને અગ્રિમતા આપવામાં આવે છે. સાથે સાથે ભકતોએ નિયમિત સવાર-સાંજ કથા અને આરતી સમૂહમાં બેસી કરવાની હોય છે. આ વર્ષે માતાનાં ભકતોએ પોતાની દશા સુધારવા સાથે સાથે વિશ્વની અવદશા કરનાર કોરોના વાઇરસને ભગાડી મૂકવા અંગે મનોકામના વ્યકત કરી હતી.
Advertisement