Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શાકભાજીની લારી અંગેનો વિવાદ.

Share

ભરૂચ નગરમાં કોરોના યુગ ચાલી રહ્યો છે ત્યારે હાલ કલેકટરનાં જાહેરનામા મુજબ સવારે 7 થી બપોરનાં 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા અંગે પરવાનગી આપવામાં આવી છે. ત્યારે સેવાશ્રમ રોડ ઉપર વહેલી સવારે શાકભાજીની લારી અને પથારાવાળા આવી જતાં હોય છે. જેના પગલે સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઊડે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં સેજલ દેસાઇએ આજરોજ શાકભાજીની લારીવાળાને હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ધૂસેડી દીધા હતા.

પરંતુ વિવાદ સર્જાતા આખરે પોલીસે દરમ્યાનગીરી કરી હતી. જેના પગલે શાકભાજીની લારીવાળાને હોસ્ટેલ ગ્રાઉન્ડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં સેજલ દેસાઇએ જણાવ્યુ હતું કે હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે તેવામાં સેવાશ્રમ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવેલ છે ત્યારે એમ્બુલન્સને જવા આવવા માટે તેમજ વાહન પાર્કિંગ અને લોકોને જવા આવવા માટે સરળતા રહે તે માટે સેવાશ્રમ રોડ પર ભરાતાં માર્કેટને હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સ્થળાંતર કરવું જનહિત માટે જરૂરી છે એમ તેમણે જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

જૂની જીથરડી ખાતે જુગાર રમતા પાંચ ઈસમો ૧૧૪૨૦ ના મુદ્દા માલ સાથે ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ : ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે ભારત બંધનો મામલો, જાણો ખેડૂત સંગઠનમાં વિરોધ પક્ષ સાથે કોણ જોડાયું.

ProudOfGujarat

રાજપીપળા : નગરપાલિકાએ સાયરન વગાડી જનતા કરફ્યુનો સિગ્નલ આપ્યો તમામ માર્ગો પર સન્નાટો જોવા મળ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!