Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં અગ્રણી,ખેડુત અને સહકારી આગેવાન અંબુભાઈ પટેલનાં નિધન અંગે અહમદભાઈ પટેલે શોક વ્યક્ત કર્યો.

Share

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાન અંબુભાઈ પટેલ નિધન અંગે રાજ્યસભા સાંસદ અને ઓલ ઈન્ડીયા કોંગ્રેસ સમિતિનાં કોષાધ્યક્ષ અહમદભાઈ પટેલે શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે અંબુભાઈ પટેલના મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ સારા ખેડુત આગેવાન હતા અને ખેડુતોના પ્રશ્નોને માટે હંમેશા અવાજ ઉઠાવ્યો હતો. તેઓ એક સનિષ્ઠ અને નિખાલસ સ્વભાવના આગેવાન હતા. તેમના નિધનથી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના એક એવા આગેવાનની ખોટ પડી છે કે જે કદાચ પૂરી નહીં શકાય. અહેમદભાઈ પટેલ અંબુભાઈ પટેલની માંદગી દરમ્યાન તેમના પરીવારજનો સાથે સતત સંપર્કમાં હતા. તેમણે અંબુભાઈ પટેલના નિધન થતા તેમના પરિવારજનોને સાથે ટેલીફોનીક વાત કરી સાંત્વના આપી હતી અને આ દુઃખની ક્ષણોમાં પોતે એમની સાથે હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા કોર્પોરેશનની જન્મ-મરણનાં શાખામાં અન્ય અધિકારી ઉપર બેવડા ચાર્જના પગલે કામગીરીમાં વિલંબ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2632 થઈ

ProudOfGujarat

સુરત : 10 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ : મૂંઝવણમાં મૂકાયેલા મંડળો, મૂર્તિકારોનું કલેક્ટરને આવેદનપત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!