ભરૂચ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલ હાંસોટી ખારવા સમાજના અગ્રણીઓ દ્ધારા કોરોનાના ભયથી મુકત થવા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાનના ભાગરૂપે બંબાખાના, ભરૂચ ખાતે કોરોનાથી બચવા માટેના ઉપાયોનું બેનર દ્ધારા સ્થાનિક સમાજને ભયમુકત રહેવાની સમજણ આપવામાં આવી હતી. સરકારની ફરજ હોવાની સાથે પ્રજાની પણ જવાબદારી હોય તેવા સુત્ર સાથે સમાજના અગ્રણીઓ દ્ધારા સમાજના લોકોમાં જે ભય વ્યાપેલ છે. તેને દૂર કરવા સમજણ આપવામાં આવી. હાંસોટી સમાજના નવયુવાનોને લેમન–ટી પીવા આગ્રહ કરવામાં આવ્યો અને તેને કેવી રીતે બનાવવામાં આવે છે તેની સમજણ પણ સમાજના લોકોને આપી હતી. જેમાં તુલસીના પાન, કાળામરી, આદું, લવિંગ, તજ, સૂંઠ, ગોળ કે ખાંડ પાણીમાં નાંખી ઉકાળવામાં આવે અને છેલ્લે લીંબુના બે–ત્રણ ટીપા નાંખી પીવાથી રાહત થાય એવી સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોટી સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ લેમન–ટી પીવા માટે ઉમટી પડયા હતાં સાથે સાથે સોશ્યલ ડીસ્ટન્સ તેમજ માસ્ક પહેરી સરકારની ગાઈડ લાઈનનું પણ પાલન કરવામાં આવ્યું હતું.
હાંસોટી ખારવા સમાજ ભરૂચ દ્ધારા કોરોના વાયરસથી બચવા લેમન–ટીનું વિતરણ કરવામાં આવ્યું
Advertisement