તાજેતરમાં તા.15-7-2020 નાં રોજ ભરૂચની જૂની મામલતદાર કચેરી નજીક એક વૃદ્ધ મહિલાને અજાણ્યા બે ઇસમો આવી સરકારી સહાય અપાવવાની લાલચ આપી વૃદ્ધ મહિલા પાસેથી સોનાની ચેઇન અને કાનની કડીઓ તથા રોકડા રૂપિયા પડાવી લીધા હતા. આ બનાવ બન્યા બાદ ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ એ ડિવીઝન પી.આઇ.ભરવાડ તેમજ પી.એસ.આઇ. પુરોહિતે તપાસનો આરંભ કર્યો હતો. જે દરમ્યાન બાતમી હતી કે વૃદ્ધ મહિલાએ જે વર્ણન બતાવ્યુ હતું તેવા બે ઇસમો પંચબત્તીથી સ્ટેશન પરનાં માર્ગ પર ફરી રહ્યા છે. જેથી પોલીસે તપાસ કરતાં સુપરમાર્કેટ પાસેથી કહ્યા મુજબનાં ઇસમો પકડાયા છે. તેમની પૂછપરછ કરતાં જે ઇસમો પૈકી 1) આકાશ રમેશ પવાર રહે. ગંગાખેડે મહારાષ્ટ્ર 2) નાગું ઉર્ફે વિક્રમ ચંદુભાઈ કાલે રહે. અનુસા ટોકીઝ પરભ મહારાષ્ટ્ર આ બે ઇસમો ઝડપાયા હતા. જેઓ સરકારી સહાય કે કીટ અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરવામાં કુખ્યાત છે. આ બનાવ અંગે ભરૂચ સિટી પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ભરૂચની જૂની મામલતદાર કચેરી પાસે નાણાંની સહાય અપાવવાની લાલચ આપી વૃદ્ધ મહિલાનાં સોનાનાં દાગીના કઢાવી છેતરનારા બે આરોપીઓ ઝડપાયા.
Advertisement