Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજે કોરોના પોઝીટિવ કેસ 13 નોંધાતા કુલ આંકડો 618 થયો.

Share

ગતરોજ તા.17-7-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓ 47 જેટલા નોંધાયા હતા જે કોરોનાનાં સૌથી વધુ દર્દીઓ હતા. આજે તા.18-7-2020 નાં રોજ સમગ્ર ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવનાં દર્દી માત્ર 13 હોવાનું ભરૂચ જીલ્લા આરોગ્યતંત્રએ જણાવ્યુ હતું. કોરોના પોઝીટિવ 13 દર્દીઓમાં ભરૂચમાં 3, આમોદમાં 3, અંકલેશ્વરમાં 6, જંબુસરમાં 1 દર્દીનો સમાવેશ થાય છે. જયારે વાલિયા, વાગરા, ઝઘડિયા, નેત્રંગ, હાંસોટ એમ પાંચ તાલુકાઓમાં એક પણ કેસ નોંધાયા ન હતા. તેમજ આજે કોરોના પોઝીટિવ દર્દીની સંખ્યા 13 છે તેની સામે સાજા થયેલ દર્દીઓની સંખ્યા 15 છે. આમ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ હોવાથી તે આવરદાયક છે. આજે 13 કોરોના પોઝીટિવ દર્દી ઉમેરાતાં ભરૂચ જીલ્લામાં કુલ 618 પોઝીટિવ દર્દીઓ નોંધાયા છે. જયારે એક્ટિવ કેસ 232 છે અને મૃત્યુ આંક 15 ઉપર સ્થિર છે.

Advertisement

Share

Related posts

લોકડાઉનના સંકટ દરમિયાન પંચમહાલમાં અટવાઈ ગયેલા પરપ્રાંતીય શ્રમિકોને મહેમાનો જેવી સુવિધા સાથે કુલ 143 લોકોને શેલ્ટર હોમમાં રહેવા-જમવા સાથેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ.

ProudOfGujarat

ન્યુઝ 18 ઇન્ડિયા ચેનલનાં એંકર દ્વારા મુસ્લિમ સંત વિષે અભદ્ર ટિપ્પણી કરનારનાં વિરોધમાં આમોદ મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં આવેદન પત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

30 દિવસમાં 5 બાળાઓ નરાધમોનો શિકાર, સુરતની 1 બાળકી હજી પણ ICUમાં ઝઝૂમે છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!