Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-અંકલેશ્વર માં ચાલતા સ્પા મસાજ સેન્ટરો ઉપર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ-સ્પા સંચકલોમાં ઘભરાટ…..

Share

જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી ભરૂચ જિલ્લામાં રાફડા ની માફક ખુલી ગયેલાં સ્પા મસાજ સેન્ટરો પર પોલીસે દરોડા પાડી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ શહેરમાં ડી.વાય.એસ.પી એન.ડી.ચૌહાણ સાથે રહીને શ્રવણ ચોકડી તથા સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ ૮ જેટલાં સ્પા મસાજ સેન્ટરો પર દરોડા પાડી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જ્યારે અંકલેશ્વરમાં પાડવામાં આવેલા દરોડામાં ડીવાયએસપી એલ.એ.ઝાલા,અંકલેશ્વર શહેર પોલીસ મથકનાં પીઆઈ જે.જી. અમીન, જીઆઈડીસી પોલીસ મથકનાં પીઆઈ આર.કે. ધુળીયા તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કુલ ૬ જેટલા સ્પા મસાજ સેન્ટરો પર દરોડા પાડી સરપ્રાઈઝ ચેકીંગ  હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્રારા ભરૂચ અને અંકલેશ્વરમાં સ્પા મસાજ સેન્ટરો પર અચાનક પાડવામાં આવેલ દરોડાઓમાં પોલીસને આ દારોડાઓમાં કોઈ પણ ગેરકાયદેસર રીતે કામ ચાલતું હોવાનું માલુમ પડ્યું નથી.પણ પોલીસે લાયસન્સ વગર ચાલતા સ્પા સેન્ટરોની ખરાઈ કરવાની પણ કામગીરી કરવામાં આવશે. પરંતુ પોલિસ દ્રારા કારવામાં આવેલ સરપ્રાઈઝ ચેકીંગ થી ગેરકાયદેસર કામગીરી કરનાર સ્પા સંચકલોમાં ઘભરાટ ફેલાઈ ગયો છે.


Share

Related posts

જંબુસર : અણખી ગામના એરટેલ ટાવર કેબિનમાં રાખેલ 1,24,000/- બેટરીઓની ચોરી

ProudOfGujarat

દહેજની વેલસ્પન કંપની બહાર કામદારોનો ઉગ્ર વિરોધ : દહેજ ઈન્ડસ્ટ્રીઝ મેં શોર હૈં, વેલ્સપન કંપની ચોર હૈં ના સૂત્રોચ્ચાર કરાયા.

ProudOfGujarat

ભરૂચમાં ફલાયઓવર બ્રિજના કામકાજના સમયે વૈકલ્પિક માર્ગ અંગે વિપક્ષની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!